શોધો ત્યારે જ છળે પ્રતિબિંબ!
ભરબપ્પોરે પગ તળે પ્રતિબિંબ!
એકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!
આ ટેક તો એને મળી વારસામાં
કિરણ વળે છે કે વળે પ્રતિબિંબ?*
હદ બહાર હંફાવે છે આત્મશ્લાઘા
ખોળે હરણ મૃગજળે પ્રતિબિંબ!
રોશની મથે ઓગાળવા શમાને
એવું બને કે ઓગળે પ્રતિબિંબ!
(છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાલગાગા)
શબ્દાર્થ: ખોળે = શોધે આત્મશ્લાઘા = અહંપ્રેમ, narcissism
નોંધ: દરેક શે'રમાં પ્રતિબિંબ એ પ્રતિચ્છાયાના સંદર્ભમાં જ ન હોઈ, પડછાયાના અર્થમાં પણ છે (જેમ કે મત્લાના શે'રમાં). ગુજરાતીમાં પ્રતિબિંબના એ બંને અર્થ થતા હોવાથી રદ્દીફ કૈંક અંશે સાધ્ય બન્યો. એની ચોક્કસ વ્યાખ્યાના અર્થમાં લઈએતો ગઝલ પૂરી કરવી કષ્ટસાધ્ય જ બને!
Speechless as always!!!
ReplyDeleteએકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!
Keep sharing! :)
Speechless as always!!!
ReplyDeleteએકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!
Keep sharing! :)
good one amitbhai!
ReplyDeleteપ્રતિબિંબની વિવિધ અર્થચ્છાયાઓ માણવી ગમે એવી છે. કાવ્યની નીચે આપેલી નોંધ સર્જકની સન્નિષ્ઠતાથી દ્યોતક તો છે જ પણ વાચક ને ય ઉપકારક બને છે.
ReplyDeleteછંદનો વિધિવત અભ્યાસ કરવા ભલામણ કરું છું. સૂચિત છંદવિધાન ફેરતપાસ માગે છે. ત્રીજા શેરનો પહેલો મિસરો ગઝલની ભાષા અને પ્રકીર્ણભાવને બહુ અનુકૂળ જણાતો નથી. એ જ વાતને અન્ય રીતે મૂકી શકાય તો વધુ સારું.
આભાર પંચમભાઈ! ત્રીજો શે'ર ફરી લખ્યો છે અને તમે કહો છો એમ હવે કંઇક 'અનુકુળ' બન્યો છે. આંગળી ચીંધવા બદલ આભાર. છંદ બાબતે સાવ જ નવો નિશાળીયો છું. થોડું ઘણું વાંચ્યું હતું પણ હવે વધુ પુસ્તકો લાવીને અભ્યાસ કરીશ. આ ગઝલના છંદદોષો અંગે વિગતવાર કહેશો તો ઋણી રહીશ. આમ તો મને ધ્યાન પડે છે કે લગભગ બધા શે'ર મઠારવા પડે એમ છે પણ એકાદની ચર્ચા કરશો તો આ નવા નિશાળીયાને શીખવા મળશે.
Deleteગઝલમાં ફેરવી નાખ્યો છે પણ તમારી ટીપ્પણી કયા સંદર્ભમાં છે એની સંગતતા માટે ત્રીજો શે'ર એના મૂળ સ્વરૂપમાં અહીં ટાંકી રાખું છું:
એ સાવ એના બાપ પર ગયું છે
કિરણ વળે છે? તે લળે પ્રતિબિંબ!
ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે.
ReplyDeletehttp://prashantgavaniya.blogspot.in