Saturday, October 02, 2010

ઉભો ત્યાં ગાંધી



દરિદ્રો ને નારાયણ કહી ઉભો ત્યાં ગાંધી
ત્યજી દઈ એકોએક પઈ ઉભો ત્યાં ગાંધી

તમાચે તમાચે વધતી'તી સહનશીલતા
ગાલ બીજો ધરી દઈ ઉભો ત્યાં ગાંધી.

પડતા'તા છુટ્ટા હાથે જ્યાં લાઠીઓના પ્રહાર
સાવ જ  અહિંસક લાઠી લઇ ઉભો ત્યાં ગાંધી.

સકળ વિશ્વમાં ફેલાઈ ગઈ એની સુવાસ પણ
ઘરઆંગણે તો પુતળા થઇ ઉભો ત્યાં ગાંધી. 

શું શોધો છો પ્રેરણા ના સ્ત્રોત અન્યત્ર 'અમિત'
આશ્રમ ક્યાં આઘો છે ભઈ, ઉભો ત્યાં ગાંધી.

7 comments:

  1. ur poems are always a good read.. hope for more :)

    ReplyDelete
  2. Thanks Sandip! You are the only one who reads them though ;)

    ReplyDelete
  3. Anonymous12:58 AM

    From Shrikant shah

    "ઊભો કર્યો ત્યાં ગાંધીને"

    આશ્રમમાં રેંટીયો કાંતતા બાપુને ચાર રસ્તે ઉભાં કરી દિધાં,

    કાચ વગરનાં ચશ્માં પહેરાવીને લગભગ અન્ધ કરી દીધાં,

    અહિંસા પ્રેમીને શહેરના બખાડા વચ્ચે ઉભાં કરી દીધાં,

    સત્યના પુજારીનૅ ઈંકમટેક્ષ સામે પીઠ બતાવતાં કરી દિધાં,

    ઉંચૅ ઉભેલાં બાપુઍ વામણાઓને ખભૅ ચઢતાં કરી દીધાં,

    દધિચીના હાડ્પિન્જર ઉપર ચઢી માલિક બનતા કરી દીધાં,

    નીચે રહી ગયેલા વામણાઓનૅ પગ ખેચતાં કરી દીધાં,

    શહિદ બની પરલોક સિધાવેલ બાપુને બિચારા કરી દિધાં,

    હ્રદયમાં બીરાજેલા બાપુને જિવલેણ કોલેસ્ત્રોલ ગણી લિધાં,

    અને સત્તા અને પૈસાના જોર વડે બાયપાસ કરી ફૅકીં દીધાં,

    ReplyDelete
  4. સકળ વિશ્વમાં ફેલાઈ ગઈ એની સુવાસ પણ
    ઘરઆંગણે તો પુતળા થઇ ઉભો ત્યાં ગાંધી.

    ReplyDelete
  5. Shrikant shah

    "ઊભો કર્યો ત્યાં ગાંધીને"

    khub saras!

    ReplyDelete