Wednesday, September 15, 2010

ઉભા

એક જમાનો લાગ્યો'તો કરતા આ શહેર ઉભા
ને જમાના ના જમાના સુધી પછી ખંડેર ઉભા.

જીવનભર ચાલ્યા કર્યું તારો હાથ પકડીને
તું નથી તો જાણ્યું કે આ અમે પગભેર ઉભા!

પૂજ્યો'તો જ્યાં સુધી મળતો'તો એક ઠેકાણે
ક્યાં શોધું હવે, મંદિરીયા તારા ઠેર ઠેર ઉભા.

કોણ જાણે ક્યારે આવીને સરી ગઈ એ તક!
નહિ તો અમે તો રહ્યા'તા આઠે પહેર ઉભા.

શી ખબર કેટલાનું લઈને આવે છે એ  કટક?
અમે તો આ તાણીને અમારી સમશેર ઉભા!

(Kassel થી Berlin જતા, ૦૯.૦૯.૨૦૧૦)

No comments:

Post a Comment