Sunday, March 17, 2013

પછી મળીએ તો?

જામ ઊઠ્યા પછી મળીએ તો?
રંગ જામ્યાં પછી મળીએ તો? 

આ બુલંદી અડચણ થઈ રહી છે! 
થોડું ઝૂક્યાં પછી મળીએ તો?

ઔપચારિકતા વળોટીએ?
હાલ પૂછ્યા પછી મળીએ તો?

હું અને તું જ કર્યા કરીશું શું?
જાત ભૂલ્યાં પછી મળીએ તો?

માનશો ને નસીબ નો છે હાથ?
રાહ ચૂક્યા પછી મળીએ તો?

હાથ અર્જુન થઈને માંગું હું?
માછ વીંધ્યાં પછી મળીએ તો?

દ્વારકાધીશ છું, છું મજબૂર હું!
દ્વાર ખૂલ્યાં પછી મળીએ તો?

(છંદવિધાન: ગાલગા ગાલગા લગાગાગા)

6 comments:

 1. વાહ અમિત ભાઈ વાહ...આ મુશાયરો હોત તો મેં દુબારા દુબારા હર એક શેર પર કહ્યું હોત ...જલસો પડી ગયો.....!!

  ReplyDelete
  Replies
  1. આભાર રાજુભાઈ!

   Delete
 2. સરસ ગઝલ. બધા જ શેરમાં ગઝલ માગે એવી શેરિયત અને મિજાજ પ્રગટ્યા છે. આ બે મિસરામાં છંદ/રવાની માટે આવું કૈંક કરી શકાય ?

  હાથ અર્જુન થઈને માગું હું?


  છું હું લાચાર દ્વારકાધીશ છું! / દ્વારકાધીશ છું, છું મજબૂર હું!

  ReplyDelete
  Replies
  1. આંગળી ઝાલવા બદલ ખૂબ આભાર પંચમભાઈ! તમે સુધારા સુચવ્યા છે એ મૂળ છંદદોષ સમજવા માટે અને ભાવ બદલ્યા વગર કેવી રીતે એને સુધારી શકાય એ શીખવા માટે ખૂબ મદદરૂપ બન્યા. હાથોહાથ ઉદાહરણની મદદથી બધું દીવા જેવું સ્પષ્ટ થાય છે. સૂચવતા રહેજો. ખૂબ ખૂબ અભાર.

   મૂળ ગઝલ મઠારી છે પણ મારી નોંધ માટે દોષવાળા શે'ર નીચે ટપકાવી રાખું છું:

   હાથ માંગું અર્જુન થઈને હું?
   માછ વિંધ્યા પછી મળીએ તો?

   દ્વારકાધીશ છુ મજબૂર છું!
   દ્વાર ખૂલ્યાં પછી મળીએ તો?

   Delete
 3. Anonymous1:28 AM

  વાહ વાહ!

  ReplyDelete
 4. નમસ્કાર!
  આપનો બ્લોગ ”ગઝલશાલા” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  ReplyDelete