Wednesday, July 13, 2005

જંગલો



કાપુ છું એક વ્રુક્ષ; ઊગી જાય જંગલો*,
નાનુ પણ પગલુ માણસનુ; ગભરાય જંગલો

શી અસર છે સહેજ અંગમરોડની, જુઓ!
બોગમ ચડી તરુવરે ને વળ ખાય જંગલો.

મુજ વિકાસ જ મને ડરાવે એમ પણ બને,
પીપળો ઊગતા જરા વહેમાય જંગલો!

કેમ હોય નહિં વ્રુક્ષો તાજા ને હર્યાભર્યા,
શબનમ ગર વરસાદથી જ નહાય જંગલો.

પુજું છુ વ્રુક્ષો, નથી અન્ય કોઇ ધરમ 'અમિત'
મારા રામ પણ જંગલો જ અલ્લાય જંગલો.

------------

*કવિશ્રી મણીલાલ દેસાઈની બહુ જાણીતી ગઝલના બીજા શે'ર નો સાની મિસરો લઇને આ ગઝલ લખી છે. મૂળ શે'ર આ પ્રમાણે છે: 
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

મણીલાલ દેસાઈની એ ગઝલ વાંચી ન હોય તો એ જ પહેલા વાંચી જવા ભલામણ છે. ટહુકો પર અહી વાંચવા મળશે: http://tahuko.com/?p=8701

1 comment: