કોઈ અજાણ્યા શિલ્પીએ કહ્યુ જો મારી કરામત;
બેજાન પત્થરોમાં રેડી છે ફુલૉની નજાકત!
"વાહ!" મેં કહ્યુ, પણ મારો એક મત છે અંગત;
ભલા શું મુલ એ ફુલનુ જેને ન હો ફોરમની સંગત?
વાળ ઓળવા વિશે
1 day ago
સતત નવુ શિખવે એ જિંદગી. અનુભવો જિંદગીના શે'રનુ વિશ્વ થઈ અવતરે એ ગઝલ. આ સમગ્ર વિશ્વ છે વિરાટ પાઠશાળા ને એને હું લઈ આવુ છુ મારી આ ગઝલશાલામાં. મને આવડી એવી લખી એ ગઝલ. પહેલા ખબર હતી ખાલી કાફિયાને રદ્દિફની, ને પછી પડી બહરની; પણ શિખતાતો વાર લાગશે. જિંદગી ને ફાસ્ટ ફોરવર્ડ થોડી કરાય છે? પડવા, આખડવા ને આંગળી ઝાલીને ઉભા થવાની પણ આગવી મજા છે! તમને લાગે ત્યાં આંગળી ઝાલશો ને? એમ જ તો હું ચાલતા શિખીશ આ ગઝલવિશ્વમાં ને પછી તો વગર પ્રયાસે અનાયાસે મુક્તવિહાર - લયબદ્ધ ને છંદોમય!
good one...
ReplyDelete