આખું વરસ પહેરી-ઓઢીને, "જુના" કહી ઉતાર કરે ને, ત્યારે સાલું લાગી આવે.
વાહનો રોકો, ચાની લારીઓ ખસેડો ને, મારગ કરો મોકળા - નેતાજી પધારે છે.
તમને થોડી ના પડાશે પણ ગાડા માટે ગામ ફરે ને, ત્યારે સાલું લાગી આવે.
હિંદુ મારે મુસલમાનને, મુસલમાન મારે હિંદુને, હિસાબ થઇ ગયો ચૂકતે!
રામ રહે ને, રહીમ રહે ને, માણસમાંથી માણસ મરે ને, ત્યારે સાલું લાગી આવે.
રસોડાનો સામાન ને, જુની ચોપડીઓ ને, માનીતો હિંચકો,લઇ લીધા નવા ઘરે
"આવી ગયું ને બધુ?" કહીને, તાળું મારો જુના ઘરે ને, ત્યારે સાલું લાગી આવે.
"આવી ગયું ને બધુ?" કહીને, તાળું મારો જુના ઘરે ને, ત્યારે સાલું લાગી આવે.
એનુય રડવાનું બંધ થયું ને બાપે પણ હિંમત આપી કે "જા બેટા ને સુખી થા"
ગાડીમાં બેસવા જતા એ પાછી જ્યાં નજર કરે ને, ત્યારે સાલું લાગી આવે.
----------------------------------------------------------------------------
(છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા?)
(છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા?)
* મુકેશ જોશીની ખુબ જ પ્રસિદ્ધ ગઝલ ના મત્લાનો ઉલ-અ-મિસરો લઇ ને એના પર થી આ ગઝલ લખી છે.
ઉલ-આ-મિસરા સિવાય બીજી પંક્તિઓ નવી છે પણ લાગી આવવાનો ભાવ ઘણો મળતો આવે છે. મુકેશભાઈ ની ગઝલ વાંચી કે સાંભળી ન હોય તો આને પડતી મૂકીને એ જ વાંચવા ભલામણ છે :) અહીં તમે વાંચી અને સાંભળી શકશો: http://tahuko.com/?p=૬૦૫ મેં પહેલી વાર સાંભળી ત્યારે ઓછા માં ઓછી પાંચ વાર ફરી ફરી ને સાંભળી. એટલી ગમી ગઈ હતી. અને હા, આ ગઝલ એ જ રાત્રે લખવી પડેલી, એના વગર ઊંઘ નહોતી આવતી.બીજા શે'રની પ્રેરણા અધીર અમદાવાદી ને હમણાં હમણાં બહુ વાંચ્યા પછી આવી હોય એવું લાગે છે. બાકી નાં શે'રો થી જુદો પડતો એ શે'ર થોડી હમણાંના જમાના ની રોજબરોજ ની તકલીફો અંગે છે ને એના શબ્દો પણ થોડા છાપાના સમાચાર માં વાંચ્યા હોય એવા છે, પણ મેં એ શે'ર રાખવા એટલે ધાર્યું છે કે મને યાદ રહે ક્યારે મેં અધીર અમદાવાદી ને વાંચવા નું શરુ કર્યું. હું બહુ જ મોટો fan થઇ ગયો છું. એમને અહી વાંચી શકાશે:http://adhir-amdavadi.blogspot.com/
છેલ્લા બે શે'ર મારા પોતાના અનુભવો પર વધારે આધારિત છે. દીકરી તો હજી વળાવી નથી પણ કોઈની પણ દીકરીના લગ્ન માં વિદાય સુધી રહેવાનું ભારે પડે છે. હા, ઘર તો ઘણા ફેરવ્યા એટલે એ નવું નથી :)
AWSOME.. THE BEST
ReplyDeleteબહુ મઝા આવી અમિત...
ReplyDelete"આવી ગયું ને બધુ?" કહીને, તાળું મારો જુના ઘરે ને, ત્યારે સાલું લાગી આવે રે.