મોટેરાને આજ મુબારક, નાનેરાને કાલ મુબારક!
પાછોતરાને દિવાળીને, આગોતરાને સાલ મુબારક!
રાજરમતમાં ચારેબાજુ વજીરજી કરશે દોડાદોડી
રાજાનેને પ્યાદાને તો એક જ ડગની ચાલ મુબારક!
ગમતુ હો એ ગળે વળગાડો ને બાકીનાને પડતું મુકો
શૂરવીરોને તલવારો ને બાકીનાને ઢાલ મુબારક!
લાટ, કચ્છ, કાઠીયાવાડ, ચરોતર તો છે બહુ અલબેલા
ખારોપાટ હશે તમારે મન - મને મારું ભાલ મુબારક!
હજુ હમણાંતો બાજુવાળા જીતુદાદાને કહેતા'તા
વરસ જતા શું વાર 'અમિત'? કહો ખુદને હવે "ટાલ મુબારક"!
(છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા)
આપને પણ નવા વર્ષની વધાઈ.
ReplyDelete