Tuesday, March 13, 2012

વસંતવામાં છે

હવા વસંતવામાં છે
ને વસંત  હવામાં છે.


શ્વાસોમાં ભરી લેજો
આ  ફુલો જવામાં છે.

દુઆય ગઈ નાકામ
દ્રેષ ઘણો દવામાં છે.


શમાનું સૌન્દર્ય રાતે
ધીમું ઓગળવામાં છે.

સંકેલીએ હવે બાજી?
જો સવાર થવામાં છે.

મેનકાથી પર શું તપ? 
આ ઋષિ ચળવામાં છે. 

વસંત વસંત, 'અમિત'
કહો કંઈ નવામાં છે?

5 comments:

  1. કહો કંઈ નવામાં છે?

    vaah.

    ReplyDelete
    Replies
    1. આભાર પંચમભાઈ

      Delete
  2. દુઆય ગઈ નાકામ
    દ્રેષ ઘણો દવામાં છે.


    saras!

    ReplyDelete
    Replies
    1. આભાર મુનીરાબેન!

      Delete
  3. વાહ મસ્ત !

    ReplyDelete