Saturday, March 10, 2012

ક્યાં ગયુ?


Puzzled
અહીં એક સરસ ઝાડ હતું એ ક્યાં ગયું?
મારા માળાનું સ્થાન હતું એ ક્યાં ગયું?

પ્રેમમાં ઊભો તો કર્યો તાજમહાલ પણ
ઈશ્ક, જે તત્વ સરતાજ હતું એ ક્યાં ગયું?

શરાબ હતો કે મજહબ શબનમનૂમા?
જામ પાસે જે કુરાન હતું એ ક્યાં ગયું?

ચંદ્ર, ફૂલ, કળી એ તો બધી ઉપમાઓ
હોંઠો પર એક નામ હતું એ ક્યાં ગયું?

કહેતા'તા ને 'અમિત' ફરી વળશો બધે
જગ જીતવાનું ખ્વાબ હતું એ ક્યાં ગયું?

2 comments:

  1. As always, impressed!

    પ્રેમમાં ઊભો તો કર્યો તાજમહાલ પણ
    ઈશ્ક, જે તત્વ સરતાજ હતું એ ક્યાં ગયું?

    Suppppperb :)

    ReplyDelete