Tuesday, February 21, 2012

માતૃભાષા


જન્મ વિદેશે, ઉછેર વિદેશે, તોય જરૂરી માતૃભાષા?
સ્થળ-કાળ પૂર્વાપર સંબંધ વિના અધૂરી માતૃભાષા. 

ગોળ, ત્રિકોણ, ચોરસ બદલતા રહેત આકાર એમના
સારું છે નથી ભૂમિતિ ને સનાતનની ધૂરી માતૃભાષા! 

ભલે બદલાતા રાજાઓ, બાદશાહો ને સલ્તનતો અહીં    
નવો માલિક, નવો 'કટ', ને બને કોહીનૂરી માતૃભાષા. 

શીશો, દરવાજો, માદરબખત એ બધા લાગે આપણા,
કહો જોઉં, ક્યાં શરૂ માદરી જબાં ક્યાં પૂરી માતૃભાષા?

અરબી,  ફારસી ને ઉર્દુમા થઇને ભલે પધારી ગઝલ
પણ 'અમિત' ને તો તારામાં જ એ સ્ફૂરી, માતૃભાષા!

21st February, 2012. World Mother Language Day. 

2 comments:

  1. Anonymous5:17 PM

    અરબી, ફારસી ને ઉર્દુમા થઇને ભલે પધારી ગઝલ
    પણ 'અમિત' ને તો તારામાં જ એ સ્ફૂરી, માતૃભાષા!

    vaah

    ReplyDelete
    Replies
    1. આભાર પંચમભાઈ!

      Delete