અંગ્રેજી હકુમતને તો તમે એકલાય કાઢશો ગાંધી.
પણ આઝાદ ભારતને ઓછા પડશે પાંચસો ગાંધી*.
કોથળામાં પૂરીને લાવ્યા'તા એક વખત સંસદમાં**
પાંચનીમાંને હજારનીમાં, કહ્યું'તું ન છાપશો ગાંધી.
દર બીજી ઓકટોબરેને ત્રીસ જાન્યુઆરીએ ચારેકોર
શાંતિને અહિંસાનો ઓચિંતો જુવાળ ભાળશો ગાંધી.
છેલ્લી પ્રાર્થનામાં મોડા પડ્યાનો રહી ગયો વસવસો
નહીં તો પાબંદ હતો કેડે બાંધેલી ઘડિયાળશો ગાંધી.***
હવે તો થાકયો છે તમારા બહુરુપીયાઓથી 'અમિત'
ટોપીની નહિ તમારી જરૂર છે, ફરી પધારશો ગાંધી?
*સંદર્ભ: ૩૦ જાન્યુઆરી ૨૦૧૨ ના દિવસે કલકત્તાના ૫૦૦ થી વધુ બાળકોએ ગાંધીનો વેશ કાઢીને વિશ્વ વિક્રમ સર્જ્યો.
**સંદર્ભ: ૨૨ જુલાઈ ૨૦૦૮ મા no confidence vote વખતે કોથળામાં લાવેલી હજારની નોટો દર્શાવીને યુપીએ સરકાર પર રૂપિયાથી સંસદ સભ્યો ના મત ખરીદવાનો આરોપ મુકાયેલો.
***સંદર્ભ: ગાંધીજી પાંચ વાગ્યાની પ્રાર્થનામાં તે દિવસે મોડા પહોંચેલા એટલે કદાચ દશ મિનીટ વધુ જીવ્યા. સમય પર પહોંચવાના એ ખુબ આગ્રહી હતા અને એ દિવસે મોડા પડ્યાનું એમને દુખ પણ હતું. એમની હમેશની સાથી અને પોતડીએ બાંધેલી ઘડિયાળ એમની હત્યા સમયે તૂટી ગઈ અને એમના મૃત્યુનો સમય એમાં હંમેશ માટે અંકાઈ ગયો.
Appropriate sarcasm. Footnotes are quite useful in gaining precise insight.
ReplyDeleteThank you Panchambhai. Your encouraging words inspires me a lot.
Delete