Wednesday, January 25, 2012

પ્રજાસત્તાક ભારત


અંગ્રેજોના બીજા ગાલે અહિંસક લપડાક ભારત.
લ્યો કર્યું અમે ગર્વથી જાહેર પ્રજાસત્તાક ભારત.

કાપીને કર્યા બે ટુકડા તોય નથી નિરાંત તને?
શાને અંદરથીતું હજુ ઝીણું ઝીણું કાપ ભારત?

દાયકે દાયકે ઓગળતો ચાલ્યો કે શું હિમાલય?
કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું તું માપ ભારત.

જાહેરમાં ભલે કહ્યા કરો, બધા સરખા આ દેશમા 
લ્યો વાસ્યું બારણું, કહોને તમે કઈ  નાત ભારત?

હજુ  ગણે છે નવજાત ગણતંત્રોની દુનિયામાં?
તને ફૂટ્યો છે મુછનો દોરો રાક જરાક ભારત! 

2 comments:

  1. Very nice as always... Keep it up. And give us some more, more regularly. :)

    Rutul

    ReplyDelete
  2. 60 varshe muchh no doro...

    ReplyDelete