Sunday, January 30, 2011

બાપુને મારોને ગોળી

નહિ દેખી શકે એ આપણી આજ, બાપુ ને મારોને ગોળી.
ભવિષ્યમાંથી ઉઠ્યો તો અવાજ, બાપુને મારો ને ગોળી. 

પોરબંદરવાળી સફરમાં વળતા રોકાશું એક રાત દીવ
એક પંથને વળી પતશે દો કાજ, બાપુને મારો ને ગોળી. 

રાજકારણમાં તે વળી પાળવાના હોય દીધેલા વચનો?
અપાવી દીધુંને આપણને સ્વરાજ, બાપુને મારોને ગોળી.

બેય મુલ્ક જન્મ્યા'તા કોઈ કમનસીબ ક્ષણે થવા અનાથ
ત્યાંય ઝીણાની જનાજાની નમાજ, બાપુને મારોને ગોળી.

અકળાતો હશે  એ  સ્વર્ગમાં બેઠોબેઠો રોજ છાપા વાંચીને
'અમિત' હવે મનેય ચડે છે દાઝ, બાપુને મારોને ગોળી. 

1 comment: