Thursday, January 13, 2011

પતંગ

ઉત્તરાયણ છે, ભરઆકાશે અભરખાભેર ઉડે પતંગ
દોરીના છેડે છે માણસ, અંદરોઅંદર ન લડે પતંગ? 

એને ચિંતા નથી કપાવાની સરખેસરખના પેચમાં
છળકપટના લટપટીયાને લંગસીયાથી ફફડે પતંગ.

કપાઈ ગયો છેલ્લો પતંગ એ ગરીબ બાળનો ભલેને
ઝરડું લઇને ફરી પડે રસ્તે, નવેસરથી પકડે પતંગ.

તમારો હો દિવસ ત્યારે ઉડી લો ઉડાય એટલું ઉંચે
બીજે દિવસે તો રસ્તા વચ્ચે રઝળતા જડે પતંગ.

એકલી તને જ સાલે છે ખોટ એવું થોડું છે 'અમિત'?
ત્રણ વરસથી પડ્યા પડ્યા મારા માળીયે રડે પતંગ.

0 comments:

Post a Comment