Friday, July 03, 2009

મને


વાયરો જે તરાવે છે મને
શો ભરોસો ક્યારે ડૂબાડી દે મને?


આટલો સુંદર જો ઉપાડ છે,
શો અંત છે એનો? કહે ને મને!


મંદિરોમાં શોધુ છુ હું એમને
ને બીજે બધ્ધે શોધે છે એ મને!


મહાભારત જ ખેલવુ હોય જો
છેલ્લી બાજીમાં માગી લે મને


બહુ દૂર જતો રહુ એ પહેલા
આવી કને સમજાવી લે મનેક્યાં સાંભળુ છુ બીજા કોઈનુ 'અમિત'
તેથી જ સમજાવી જોયો મેં મને!

3 comments:

 1. antara9:52 AM

  vah bhai vah. shu vat chhe amit. good one

  ReplyDelete
 2. Anonymous12:33 PM

  good one!!
  -jigar Shah

  ReplyDelete
 3. Anonymous3:23 PM

  Very nice and deep! -Natasha

  ReplyDelete