રડી'તી જે ચોધાર વલીની મઝાર પર?
બાગ શાહી થઈ ગયો નથી સાવ એમ જ
એ રાહ શું રાહ છે વલીની મઝાર વગર?
આ શા ભાગલા પાડ્યા વારસાના ભાઈજાન?
દલપતનુ ઘર ઘર, ને વલીની મઝાર ખંડર?
ફિરાક હતો અહમદાબાદનો આટલો બધો પણ જો
નરી નફરત પાથરી આ શહેરે વલીની મઝાર પર
ફક્ર કર ઓ વલી કે તને મળી તો હતી મઝાર
હવે તો કબ્ર નસીબ નથી જીંદા જો જલી ગયા.
વલી ગુજરાતી ઉર્દુ ગઝલના પિતામહ હતા. દિલ્લીના ફારસી શાયરોને એમણે પહેલીવાર ભાન કરાવ્યુ કે રેખ્તા(ઉર્દુ) જેવી લોકબોલી (જેને ગાંધીજીએ રાષ્ટ્રભાષા તરીકે અપનાવવા અનુરોધ કર્યો હતો અને જે હિંદુસ્થાની ના નામે જાણીતી હતી) માં પણ ગઝલની નજાકતા આણી શકાય છે. એમને ગુજરાત પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને દિલ્લીમાં મળેલી બધી શાનોશૌકત છોડીને એ પાછા અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદમાં જ તેઓ ઈંતેકાલ પામ્યા અને તેમની મઝાર શાહીબાગમાં હતી. "હતી" એટલે કહેવુ પડે છે કે ૨૦૦૨ ના ફસાદ દરમિયાન રાતોરાત એને મિટાવી દેવામાં આવી અને તુરંત રોડ સમથળ કરી દેવામાં આવ્યો. એ પછી ઘણા પ્રયત્નો છતા મઝારને ફરી ઊભી કરવામાં કોઈ સંસ્થાને સફળતા મળી નથી.
નંન્દિતા દાસની ફિલ્મ "ફિરાક" કાબિલે-તારિફ છે અને કોઈ પણ ગુજરાતીને વિચારતા કરી મુકે એવી છે. ગુજરાતની સાચી ઓળખ શું ગુજરાતમાં વખતોવખત ભળી ગયેલી પ્રજાઓથી નથી? ઘણા પ્રશ્નો ઉઠે છે - પાંચને વાચા આપી છે. ૧) શું કળાને કોઈ ધર્મ હોય છે? ગીત ગઝલ ઈન્સાનના હોય છે કે હિંદુ અને મુસ્લિમના? વલી ગુજરાતી એ એવુ તો નહોતુ કહ્યુકે મને વલી મુહમ્મદ વલી કહો. ૨) શું અહમદાબાદ કોઈ એક કોમથી રોશન છે? હિંદુઓ એ પતંગ ઊડાવે છે જેનો માંજો મુસ્લિમો ચડાવે છે ને પતંગો મુસ્લિમ ઓરતો બનાવે છે. અહમદાબાદની ઓળખ શું સૈયદની જાળી વગર છે? વલીની મઝારની સાવ આવી વલે? ૩) આટલા બુધ્ધિજીવીઓના આ શહેરમાં કેટલી મહેનત થઈ છે heritage conservation માટે. કવિ દલપતરામનુ ઘર સાચવવાના પ્રયાસો થયા છે ત્યાં વલીની મઝાર ફરી ઊભી ન થઈ શકે? ૪) વલીસાહેબ ગુજરાતના પ્રેમમાં હતા. આ શે'ર સાંભળો જે એમણે દિલ્લીમાં હતા અને ગુજરાતના ફિરાક(વિયોગ)માં ઝુરતા હતા ત્યારે લખ્યો હતોઃ
ग़ुजरात के फिराक से है खार खार दिल
बेताब है सीना मने आतिश बहार दिल.
मरहम नहीं ईसके जखमका जहान में
समशीए हीज्र से हुआ है फिगार दिल.
આટલુ મમત જેને ગુજરાત માટે હતુ એની શી વલે કરી આ શહેરે? એ જ શહેર હતુ પહેલા પણ, શૂ થઈ ગયુ ત્રણ સદીમા? ૫) મોતનો મલાજો દુરની વાત છે, જીવનનોય મલાજો નહોતો પળાયો એ દિવસોમાં. જિવતા જલાવી દેવા એ કોઈ નાની વાત નથી. દફન કરવા શબ પણ નહોતા રહેવા દીધા - ગુજરાત આટલુ પાશવીતો નહોતુ.
ग़ुजरात के फिराक से है खार खार दिल
बेताब है सीना मने आतिश बहार दिल.
मरहम नहीं ईसके जखमका जहान में
समशीए हीज्र से हुआ है फिगार दिल.
આટલુ મમત જેને ગુજરાત માટે હતુ એની શી વલે કરી આ શહેરે? એ જ શહેર હતુ પહેલા પણ, શૂ થઈ ગયુ ત્રણ સદીમા? ૫) મોતનો મલાજો દુરની વાત છે, જીવનનોય મલાજો નહોતો પળાયો એ દિવસોમાં. જિવતા જલાવી દેવા એ કોઈ નાની વાત નથી. દફન કરવા શબ પણ નહોતા રહેવા દીધા - ગુજરાત આટલુ પાશવીતો નહોતુ.
excellent.. Thanks for the explanation. I have not watched the movie yet..
ReplyDeleteAnuj
nice..will have to watch the movie now!
ReplyDeleteDear its a sensitive matter and my opinion is different.. Nandita Das & co. always try to create bad image for Gujarat and much more..
ReplyDeleteWhatever happend that was not right but people are alos not wrong..