જોઊં અરીસો કે સવાલ કરે તરત, હું કોણ છું?
મારો જ પ્રશ્ન એ કરે મુજને પરત! હું કોણ છું?
શોધ્યા કરું છું હર ઇબાદતમાં મને હું એ હદે
કે જો મળ્યો હોતે ખુદ ખુદા તો પૂછત, હું કોણ છું?
કૃષ્ણ કહેશે તો 'નરો વા કુંજરો વા' માફ છે!
યુધિષ્ઠિરનેય રહી ન પળભરતો સરત, હું કોણ છું!
યુધિષ્ઠિરનેય રહી ન પળભરતો સરત, હું કોણ છું!
જોતે એ જો મુજ જિંદગીને આટલે નજદીકથી,
તો મોત જેવું મોત પણ છળી મરત, હું કોણ છું?
દાદ મળતે ઈશ્વરને જો આટલી ભારે 'અમિત'
કંઈ સર્જ્યા નો કેફ એનેય ચડત, હું કોણ છું?
(છંદવિધાનઃ ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)
*In a photography group on flickr, The Photography Club of Ahmedabad, a subject was given for the weekly photography competition: "Who am I". I was unfortunate that I could not participate in this very very interesting competition because I was assigned a difficult but pleasant job of judging that competition! So I decided to explore the theme in an alternative art form!!!
બહોત ખુબ!! - દિવ્યેશ
ReplyDeleteAS FAR AS CHHAND IS CONCERNED THERE ARE A NUMBER OF ERRORS IN THIS GAZAL.
ReplyDeleteABHIJJET PANDYA
BHAVNAGAR, GUJRAT , INDIA
ભાવ અને શેરિયતની દૃષ્ટિએ ખૂબ સુંદર ગઝલ પરંતુ આંખે ઊડીને વળગે અને ચલાવી ન શકાય એટલા છંદ-દોષ સોનાની થાળીમાં લોઢાની મેખ બની રહે છે...
ReplyDeleteગુજરાતી નેટ-વિશ્વમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું...
હાર્દિક શુભકામનાઓ...
તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ ! કે તું જ્યારે પાસે હોય છે ત્યારે હું ફક્ત તારી પાસે જ હોઊં છું. ને જ્યારે હું તને મારી પાસે રાખું છું ત્યારે તું અનેક મંદિરોમાં પુજાતો હોય છે !
ReplyDeleteજુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/