Wednesday, October 22, 2008

મારી ગઝલ તરફની યાત્રા...


જ્યારે આ blog શરુ કર્યો ત્યારે કંઈ પ્રકાશિત કરવા કરતા એક ઠેકાણે (ને વધારે તો જ્યારે જરુર પડે ત્યારે બધુ 'હાથવગુ') હોય એવો આશય વધુ હતો. એટલે જ આનુ નામ મેં ગઝલશાલા રાખેલુ.
મારી ગઝલ રચવાની workshop! જો કે 'ગઝલ' કહેવાય એવી ગઝલ તો હજુ સુધીમાં એક જ લખી છે પણ આને ગઝલશાલા કહેવાનુ મુનાસિબ એટલે માન્યુ કારણકે મારો આશય તો ગઝલ રચવા તરફનો જ હતો. મેં છુટ્ટા શે'ર લખવાનુતો મારા college ના બીજા વર્ષે કર્યુ હતુ (૧૯૯૭) પણ એક પણ વખત પુરી ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નહોતો. એ વખતના કેટલાક શે'રો યાદદાસ્તમાં રહી ગયા એટલે બચ્યા પણ ઘણા ગુમાવ્યા પણ હશે કારણકે ટપકાવી લેવાની આદત નહોતી. કંઈંક અંશે એવુ પણ લાગતુ હતુ કે આપણા પોતાના સર્જનો તેં કંઈ ભુલી જવાતા હશે! રહી રહી ને લખતો થયો અને પછીતો આખી ગઝલ પુરી કરવાનો આગ્રહ પણ રાખતો થયો. થોડુ ઘણુ ગઝલ કોને કહેવાય એ અંગે જાણવા પણમળ્યુ વાંચનને લીધે. જો કે જેને ગઝલ કહૂ છુ એ ફકત રદ્દીફ ને કાફિયા જાળવતી હતી પણ છંદના નામે મીંડુ! ગઝલ છંદમાં લખવાની હોય અને મિટર જેવી વસ્તુ હોય એ વાત મારા માટે અજાણી હતી. ભાવનગરના જીતુભાઈ ત્રિવેદીની'ચાલો સમજીએ ગઝલનો લય' વાંચ્યા પછી ભાન થયુ કે હું લખુ છુ એ તો ગઝલથી ક્યાંય દુર છે. પછી એક મુશાયરાની પંક્તિ વાંચવામાં આવી જેમા મરિઝ પણ ગયેલા. એ મિસરો ઊપાડી મેં જિંદગીની પહેલી છંદબધ્ધ ગઝલ લખી. બહુ અઘરુ હતુ એ મારા માટે. પણ મઝા આવી. એ પછી જો કે ઘણા વખત સુધી પાછુ છંદ વગર લખવાનુ ચાલુ રાખ્યુ. કંઈકતો આળસને લીધે ને એવા વિચારે કે આવેલા આવેશ શમી જાય એ પહેલા ગઝલ લખી લેવી જોઈએ!એવુ એટલે કહુ છુ કે છંદમાં લખવુ એ બાધારુપ થઈ પડ્યુ હતુ! એના માટે છંદની એટલી પકડ જોઈએ કે એ second nature જેવા થઈ જાય, એવુ હજુ થયુ નહોતુ. પ્રયત્ન ચાલુ છે. વાંચતો રહીશ, લખતો રહીશ.ત્યાં સુધી આ જે કંઈ લખ્યુ છે એને અછાંદસમાં ખપાવવાનો ઈરાદો નથી કારણકે એ અછાંદસ એટલે છે કે છંદ એટલે શું ખબર નહોતી નહિંકે મેં અછાંદસ લખવા ધારેલુ! છતાયે લેબલ આપ્યુ છે અછાંદસનુ ખાસ એટલે કે ક્યારેક જ્યારે છંદમાં લખતો થઈશ ત્યારે એ સર્જનો શોધ્યા જડે! એને ક્યારેય અહિંથી હટાવવા ધારતો નથી એટલા માટે કે એ ગઝલના building blocks છે. ક્યાંક વાંચેલુ કે (કદાચ ઉમાશંકર જોશી) એક સોનેટ એક શિલ્પ જેવુ છે ને સોનેટમાલા સ્થાપત્ય સમાન! એવુ જ શે'ર નુ - શિલ્પ કંડારવાનુ ને પછી ગઝલ એટલે આખુ સ્થાપત્ય! process માં જે કંઈ સર્જાતુ ગયુ એ મારે માટે એટલુ જ અમુલ્ય છે. કોઈક શિલ્પ રહી ગયા ને સ્થાપત્યનો ભાગ ન બન્યા તો શું થઈ ગયુ?

No comments:

Post a Comment