મજા એ જ છે જંદગીની કે અંતથી છીએ અજાણ
બાજી થઈ છે શરુ પણ જીતહાર બાકી છે.
જાહેર કર્યા વિણ કર્મ અધૂરુ છે અર્જુન,
ગાંડિવ લીધુ છે હાથમાં પણ ટંકાર બાકી છે.
શાને રહે છે દુઃખી આટલો બધો?
મળી ગયુ છે દર્દ પણ ઊપચાર બાકી છે.
ન માન કે પકડાઈ જશે હવે એ,
તોખાર ગયો છે થાકી પણ અસવાર બાકી છે.
હવે શાને લખે છે ગઝલો 'અમિત'?
પ્રેમીને કર્યો પુરો પણ કલાકાર બાકી છે.
No comments:
Post a Comment