ઝેર, કફન ને એનુ લગ્ન,
મોતને માટે કાફી છે એટલો અસબાબ.
કાગળ, પેન ને તુટેલુ દિલ
,ગઝલને માટે કાફી છે એટલો અસબાબ.
આપી ગઈ મારી મહોબ્બત મને,
તારી ચંદ યાદોનો અસબાબ.
લાંબી સફરે કફન ને કાંધીયા બસ,
ને ટુંકી સફરમાં દુનિયાભરનો અસબાબ.
લાંબી ચૂપકીને ન કોઇ તારો જવાબ,
રહી ગયો ફક્ત મારો સવાલ જ મારો અસબાબ.
અમાસ અને એકલતાનો જિંદગીભરનો સાથ,
પુનમની રાતને તારો સાથ તો ખ્વાબનો અસબાબ.
મુકી ગયો બે-ચાર મકાનોને દસ્-બાર શે'રો 'અમિત'
સુરજના અંતમા વધશે રાખને ધૂળનો અસબાબ.
* અસબાબ = સામગ્રી, રાચરચીલું,સરંજામ, સરસામાન
No comments:
Post a Comment