Sunday, October 26, 2008

મહેરબાની હો


તમારી મ્હેર હો મીઠી નજર હો મહેરબાની હો
તમારી ના મહી હા અગર હો મહેરબાની હો.

નથી ફરિયાદ, પ્રજાળ્યુ ભલે ના જીવતર ના ઘર
તમારી કબર નજદિક મારી કબર હો મહેરબાની હો.

મદદ માગી જરુર છે પણ ગૌરવ અમારુ જાળવજો
મદદ જો મહેરબાની વગર હો તો મહેરબાની હો.

જનમ  લેનાર શિશુઓને વળી દેનાર જનનીઓ
અમર ન બને ભલે પ્રભો! અજર હો મહેરબાની હો.*

કદર હો લેશ ન કલાકારની, હો ન પરવાહ 'અમિત'
પણ કલાની મારી જો કદર હો મહેરબાની હો.

(છંદવિધાનઃ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)
*આ  ગઝલ ૭ એપ્રિલ ૨૦૦૫ ના દિવસે લખી હતી. દર વર્ષે ૭ એપ્રિલ 'વર્લ્ડ  હેલ્થ  ડે' તરીકે ઉજવાય છે અને ૨૦૦૫ ના વર્ષની ઉજવણીની થીમ  માતા અને બાળ-સ્વાસ્થ્ય ઉપર હતી. જોગાનુજોગ  હું એ  દરમિયાન એ જ વિષય પર ડો.માવળંકર સાથે સંશોધન  કરતો હતો. આ  શે'રથી એ  દિવસ મારી ગઝલમાં ને મારી યાદમાં ને મારી પ્રાર્થનામાં હંમેશા માટે અંકાઈ  ગયો. 

1 comment: