Monday, October 20, 2008

કોણે કહ્યુ?

અહિં જ છે પ્રજા દુધ સમાન એવુ વહાણને કોણે કહ્યુ?
આવતલ છે સાકર સમાન એવુ સંજાણને કોણે કહ્યુ?

ભેખડથી વધુ કંઈ ન હોત જો પડ્યો રહેત મકરાણમાં
બનનાર છે તાજમહાલ એવુ આરસપહાણને કોણે કહ્યુ?

ના! ફક્ત માછલીની આંખ નથી એના સંધાનમાં
કો'  હ્યદય પણ છે વિંધાનાર એવુ બાણને કોણે કહ્યુ?

ખંજરે તો ન જોયો તફાવત હિંદુમાં કે ન  મુસલમાનમાં
તો પછી રંગ છે લોહીના જુદા એવુ રમખાણને કોણે કહ્યુ?
 
થા શિવલિંગ, કાં પાળિયો, કે ફેરવાઈ જા શાલિગ્રામમાં
તો તુયે છે પુજાનાર એવુ કાળમીંઢ પાષાણને કોણે કહ્યુ?

1 comment:

  1. vah amit vah. what a wonderful creation..............

    ReplyDelete