Monday, September 26, 2005

વરસગાંઠ

જિંદગી લાવી પચ્ચીસમી વરસગાંઠે;
સોગાત રુપે છવ્વીસમુ સાલ જીવી લઊં!

બદલી ના શકું જો સમયનો લય તો,
વહેણની સાથે મીલાવી તાલ જીવી લઊં!

મેઘધનુષને પુછુ હું એક રંગીન સવાલ;
જામલી, નીલો, વાદળી, પીળો કે હું લાલ જીવી લઊં?

કોણ કહે છે મને નિષ્પ્રાણ 'અમિત'?
થઈ ગયો માટી તોયે હરહાલ જીવી લઊં;
બનુ જો ઇંટ તો બનીને દેરાની દિવાલ જીવી લઊં,
ને જો બનુ પત્થર તો તો પુરો તાજમહાલ જીવી લઊં!

1 comment: