Tuesday, June 14, 2005

દરિયો



કિનારે બેસી રહુ તો લજવે છે દરિયો,
ને પડુ જો હિંમતથી તો પજવે છે દરિયો.

શી...શ અવાજ ના કરશો કોઇ, સાંભળો...
ધીમા મોજાઓનું સંગીત ગુંજવે છે દરિયો.

સુખ છે કે દુઃખમાં બદલૉ ન જાતને,
ભરતી હો કે ઓટ એ બંનેમાં ઘૂઘવે છે દરિયો.

પરોપકાર નો ગુણ છે એનામાં સર્વવ્યાપી;
કિનારે મીઠું ને ભિતરે મોતી પકવે છે દરિયો.

લાગે છે એ પણ મારી જેમ પાગલ 'અમિત'
પુનમના ચાંદનો જયનાદ ગજવે છે દરિયો.

1 comment: