જીવન ના બળબળતા ઊનાળા મને,
ને લીલી ભીની વસંત તમને.
નાજુક રૂપાળી વહાલી વહુ મને,
ને કાળો કલુટો કંથ તમને!
સઘળા તણાવ મન ના મને,
ને નિત્ય જીવ ને નિરાંત તમને.
તમારા વિણ સુનો બુઢાપો મને,
ને સુખદ વહેલો અંત તમને.
સતત નવુ શિખવે એ જિંદગી. અનુભવો જિંદગીના શે'રનુ વિશ્વ થઈ અવતરે એ ગઝલ. આ સમગ્ર વિશ્વ છે વિરાટ પાઠશાળા ને એને હું લઈ આવુ છુ મારી આ ગઝલશાલામાં. મને આવડી એવી લખી એ ગઝલ. પહેલા ખબર હતી ખાલી કાફિયાને રદ્દિફની, ને પછી પડી બહરની; પણ શિખતાતો વાર લાગશે. જિંદગી ને ફાસ્ટ ફોરવર્ડ થોડી કરાય છે? પડવા, આખડવા ને આંગળી ઝાલીને ઉભા થવાની પણ આગવી મજા છે! તમને લાગે ત્યાં આંગળી ઝાલશો ને? એમ જ તો હું ચાલતા શિખીશ આ ગઝલવિશ્વમાં ને પછી તો વગર પ્રયાસે અનાયાસે મુક્તવિહાર - લયબદ્ધ ને છંદોમય!
saachi Vahechani che bhai!!
ReplyDelete